ભારે વરસાદના કારણે સુરતની સૂરત બદલાઈ, પાણી ફરી વળતાં લોકોના જીવ તાળવે
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થયું ગયું હતું, શહેર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીએ જમાવટ કરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે,
ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો
સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે, અને પાણી ઓસરી જાય તે માટે મટીયાણા ગામના સરપંચએ દુહો ગાઇને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી
સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે..