ગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં કળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું,
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની સક્રિય સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
અમરેલી જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અવિરત વરસાદના કારણે અનેક ચેકડેમો છલકાયા છે
કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા