Connect Gujarat
ટેકનોલોજી

Appleએ લૉન્ચ કર્યું લોકડાઉન ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

એપલે પોતાના ડિવાઇસની સુરક્ષા માટે લોકડાઉન ફીચર લોન્ચ કર્યું છે. લોકડાઉન મોડ એ સુરક્ષાનું એક નવું સ્તર છે જે ખાસ કરીને એવા લોકો માટે રચાયેલ છે

Appleએ લૉન્ચ કર્યું લોકડાઉન ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
X

એપલે પોતાના ડિવાઇસની સુરક્ષા માટે લોકડાઉન ફીચર લોન્ચ કર્યું છે. લોકડાઉન મોડ એ સુરક્ષાનું એક નવું સ્તર છે જે ખાસ કરીને એવા લોકો માટે રચાયેલ છે જેમના iPhones અથવા અન્ય ઉપકરણો હંમેશા હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. લોકડાઉન મોડનો હેતુ માનવ અધિકારના હિમાયતીઓ, રાજકારણીઓ અને અન્ય VIPsની ઉપકરણ સુરક્ષામાં એક નવું અપડેટ ઉમેરવાનો છે.

એપલે આ ફીચર પેગાસસ સ્કેન્ડલના લગભગ બે વર્ષ બાદ લોન્ચ કર્યું છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના NSO ગ્રુપના પેગાસસ સ્પાયવેર દ્વારા આઈફોન હેક કરવામાં આવ્યો હતો અને સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને પત્રકારો ઉપરાંત ઘણા મોટા ઉદ્યોગપતિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જાસૂસી કૌભાંડને લઈને એપલને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું. લોકડાઉન મોડ iOS 16 સાથે ઉપલબ્ધ થશે.

Appleનો લોકડાઉન મોડ Appleના iPhones, iPads અને Macs માટે કામ કરશે. આ ફીચર iPhone પર આવનારા જોડાણોને બ્લોક કરે છે. આ નવો સિક્યોરિટી મોડ વાયર દ્વારા iPhone પર ફાઇલ ટ્રાન્સફરને પણ બંધ કરશે. અન્ય ઇઝરાયેલી ફર્મ, સેલેબ્રાઇટ, આઇફોનને ઍક્સેસ કરવા માટે મેન્યુઅલ કનેક્શન (વાયર)નો ઉપયોગ કરે છે.

Appleનું કહેવું છે કે તેણે "ઝીરો ક્લિક" હેકિંગ તકનીકો સામે રક્ષણ આપવા માટે આ નવી સુવિધા રજૂ કરી છે. સ્પાયવેર કંપનીઓ પણ ઈમરજન્સીમાં સુરક્ષા તોડવા માટે તમામ પ્રકારના સોફ્ટવેર તૈયાર કરી રહી છે. એપલે નવા ફીચર વિશે કહ્યું છે કે જો કોઈ સિક્યોરિટી રિસર્ચરને તેમાં કોઈ ખામી જણાય તો તેને 20 લાખ ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તે Appleના બગ બાઉન્ટી પ્રોગ્રામનો ભાગ હશે.

Next Story