Connect Gujarat
ટેકનોલોજી

Apple કરી મોટી જાહેરાત, નવી iPhone સીરિઝ 12 સપ્ટેમ્બરે થશે લોન્ચ

Apple કરી મોટી જાહેરાત, નવી iPhone સીરિઝ 12 સપ્ટેમ્બરે થશે લોન્ચ
X

એપલ સ્પેશિયલ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઇવેન્ટ 12 સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઇવેન્ટની તારીખ જાહેર કરી છે. હંમેશાની જેમ આ વખતે પણ કંપનીએ એ નથી જણાવ્યું કે આ દિવસે શું લોન્ચ થશે, પરંતુ એ સ્પષ્ટ છે કે નવી iPhone સીરિઝ 12 સપ્ટેમ્બરે જ લોન્ચ થશે.

નોંધનીય છે કે આ વખતે આઇફોન 15 સીરિઝના તમામ મોડલમાં ડાયનેમિક આઇલેન્ડનું ફીચર આપવામાં આવશે, જે વર્તમાન આઇફોન એટલે કે આઇફોન 15 સીરીઝના પ્રો મોડલ્સમાં આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા નાના-મોટા ફેરફાર જોવા મળશે. જોકે ડિઝાઈન સમાન હશે અને તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.

આ વખતે એલર્ટ સ્લાઈડરને બદલે એક બટન આપવામાં આવી શકે છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે હવે iPhone 15 સીરિઝ સાથે કંપની ચાર્જિંગ માટે USB Type C પોર્ટ આપશે. અગાઉ, કંપનીનું પ્રોપ્રાઇટી ચાર્જર ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ હવે તે કોઈપણ Android ફોનના ચાર્જરથી ચાર્જ કરી શકાશે જે USB Type C ને સપોર્ટ કરે છે.

Next Story