Connect Gujarat
ટેકનોલોજી

લો બોલો !!!! હવે ચિપથી થશે માણસોના મગજ કંટ્રોલ! એલન મસ્કની કંપની કરવા જઈ રહી છે મોટું કારનામું....

એલન મસ્કની કંપની ન્યુરાલિંકનું કહેવુ છે કે, આ ચિપ મગજને કન્ટ્રોલ નહી કરે પરંતુ જે લોકો લકવાના કારણે પીડાઈ રહ્યા છે તેને મદદ કરશે

લો બોલો !!!! હવે ચિપથી થશે માણસોના મગજ કંટ્રોલ! એલન મસ્કની કંપની કરવા જઈ રહી છે મોટું કારનામું....
X

વિજ્ઞાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, રોજ નવી નવી શોધ કરવામાં આવી રહી છે. ત્યા સુધી કે એવા રોબોર્ટ બનાવ્યા છે જે બિલકુલ માણસો જેવા દેખાય છે પરંતુ હજુ સુધી એવા મશીનો નથી બનાવ્યા કે જે માણસની જેમ સમજી વિચારી શકે. ત્યારે આજે એલન મસ્કની કંપનીએ જાહેરાત કરી છે કે આ ચિપ દ્વારા શરીરના એ ભાગોમાં મુવમેન્ટ લાવી શકાય છે, જે લકવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધુ હોય.

તાજેતરમાં એલન મસ્કની કંપનીએ માણસોના મગજમાં ચિપ લગાવવાના છે. જે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આવુ કરીને એલન મસ્કની કંપની માણસોના મગજને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ એલન મસ્કની કંપની તેને માણસોની સભ્યતા માટે સૌથી મોટી શોધ અને મેડીકલ સાયન્સમાં સૌથી મોટો ચમત્કાર કહી રહ્યા છે.

આવો જાણીએ કે આખરે શું છે આ ચિપ કેવી રીતે મગજ પર કામ કરશે. એલન મસ્કની કંપની ન્યુરાલિંકનું કહેવુ છે કે, આ ચિપ મગજને કન્ટ્રોલ નહી કરે પરંતુ જે લોકો લકવાના કારણે પીડાઈ રહ્યા છે તેને મદદ કરશે. હકીકતમાં ન્યુરાલિંક એવા દર્દીઓ પર પરિક્ષણ કરવા ઈચ્છે છે કે, જેને સર્વાઈકલ સ્પાઈનલ કોર્ડ અથવા એમિટ્રોફિક લેટરલ સ્કલેરોસિસની કારણે પેરાલિસિસ થયો છે. આ ચિપ લકવાની સાથે સાથે મોટાપા, ઓટિઝ્મ, ડિપ્રેશન અને સ્કિત્સોફ્રેનિયા જેવી બીમારીનો ઈલાજમાં મહત્વની ભૂમિકા રહેશે. જો કે આ ચિપ માણસો માટે કેટલી સુરક્ષિત છે તે જરુર તપાસનો વિષય છે.

Next Story