Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા કેન્દ્રની આરોગ્ય ટીમ આવી પહોંચી

ગુજરાતમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા કેન્દ્રની આરોગ્ય ટીમ આવી પહોંચી
X

ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પણ ચિંતિત બની છે. તે સંજોગોમાં ગુજરાતના કોરોનાની સંપૂર્ણ માહિતીની સાથે ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ સહિતની બાબતોનું કેન્દ્રીય આરોગ્ય વિભાગના 3 અધિકારીઓની ટીમ કોવિડ હોસ્પિટલમાં રૂબરૂ જઇ મૂલ્યાંકન કરશે. આ માટે કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી છે. મૂલ્યાંકન બાદ કોરોનાની સ્થિતિ અને તેને અટકાવવા માટેની નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત માટે કેન્દ્ર સરકારે ત્રણ સભ્યોની ટીમો નિયત કરી છે. દરેક જગ્યાએ નિયુક્ત કરવામાં આવેલી ત્રણ સભ્યોની પ્રત્યેક ટીમમાં બે જાહેર આરોગ્ય નિષ્ણાત, એક રોગચાળા તજજ્ઞ, કિલનિશિયન અને સિનિયર સચિવ સ્તરના નોડલ અધિકારીને તંત્રની કામગીરીમાં સુધારો લાવવા માટે સમાવવામાં આવ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેર તેમજ જિલ્લામાં આ ટીમો કોવિડ હોસ્પિટલોની મુલાકાત લેશે. આ ટીમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજયના ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરશે.

Next Story