Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ડો.મતાઉદ્દીન ચિશ્તીના ના અધ્યક્ષસ્થાને દર્સે તસવ્વુફ મહેફિલે સૂફી સંવાદનો કાર્યક્રમ યોજાયો.

અંકલેશ્વરમાં ડો.મતાઉદ્દીન ચિશ્તીના ના અધ્યક્ષસ્થાને દર્સે તસવ્વુફ મહેફિલે સૂફી સંવાદનો કાર્યક્રમ યોજાયો.
X

ઘરે ઘરે ગાયો પાળો, ઘરે ઘરે વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના હાલના ગાદી પતિ સજ્જાદાનશીન હિઝ હોલીનેસ હજરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – ઉત્તરાધિકારી હજરત ડો.મતાઉદ્દીન ચિશ્તી સાહેબના અધ્યક્ષસ્થાને અંકલેશ્વરના સેલારવાડ ખાતે ચિશ્તીય કમિટી સેલારવાડ, અંકલેશ્વર આયોજીત “દર્સે તસવ્વુફ મહેફિલે સૂફી સંવાદ” નો કાર્યક્રમ બાદ નમાઝે ઈશા યોજાયો હતો.

કાર્યક્રમમાં હજરત ડૉ.ફરાઝ ઇનામદાર, હજરત આમીર બાવા કાદરી, હજરત અંજુમફરીદ ચિશ્તી નિજામી, હજરત મોહમ્મદ રફીક કાદરી, હજરત અનીસૂદ્દીન કુરેશી અલ હાશમી, હજરત સૈયદ શાકીર અલી સહિતના સાદાતે

કિરમની હાજરીમાં યોજાયો હતો. મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ

ફાઉન્ડેશન તરફ થી અભ્યાસ કરતાં બાળકોને ઈનામ એનાયત કરાયા હતા.

આ પ્રસંગે

હજરત ડો.મતાઉદ્દીન ચિશ્તી દ્વારા આધ્યાત્મિક તથા સુફીવાદ અંગે પ્રવચન કારાયું હતું

જેમાં તમામ લોકો એક બીજાને મળીને મદદરૂપ થાય તેમ જણાવ્યુ હતું ત્યાર બાદ તમામ લોકોને તથા અકીદત મંદો ને માટે સુખી, સમૃધ્ધિ તથા શાંતિ અને કોમી એકતા અને

ભાઈ ચારા નો માહોલ રહે તથા તમામ લોકો આબાદ રહે તેવી દુવા ગુજારી હતી. ચિશ્તીય કમિટી સેલારવાડ દ્વારા

કાર્યક્રમ નું સફળ આયોજન કરાયું હતું બાવા સાહેબ દ્વારા તમામ માટે દુઆ ગુજારી

આશીર્વચન પાઠવ્યા હતા.

Next Story