Connect Gujarat
Featured

લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ ઘરે જઈને ખવડાવી કેક

લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ ઘરે જઈને ખવડાવી કેક
X

રવિવારે સવારે પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને અડવાણીને ફૂલોનો કલગી અર્પણ કરી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 93 વર્ષના થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે પાર્ટીને લોકો સુધી પહોંચાડવામાં તેમનો મૂલ્યવાન ફાળો છે.

પીએમ મોદીએ અડવાણીના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા

રવિવારે સવારે પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં વડા પ્રધાને અડવાણીને ફૂલોનો કલગી અર્પણ કરી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ પછી, પીએમ મોદીએ અડવાણીના ચરણ સ્પર્શ કર્યા હતા તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ પછી પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને કેક પણ ખવડાવી હતી.

પીએમ મોદીએ પણ કર્યું ટ્વીટ

આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "ભાજપને જન જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા પૂજનીય લાલકૃષ્ણ અડવાણી જીને જન્મદિવસની શુભેચ્છાઓ." તેઓ લાખો પાર્ટી કાર્યકર્તાઓ તેમજ દેશવાસીઓ માટે સીધી પ્રેરણા છે. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. '' ભારતના રાજકારણમાં ભાજપને એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરવામાં અડવાણીની મહત્વની ભૂમિકા છે.

ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસ પ્રસંગે પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઘણા વરિષ્ઠ નેતાઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

Next Story