Connect Gujarat
Featured

વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની આજે 148મી જન્મજયંતિ

વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની આજે 148મી જન્મજયંતિ
X

આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ જામનગરવાસીઓ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે, આજે જ જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો તેમજ રણજીત સાગર ડેમ જેમના શાસનકાળમાં થયા તે વિશ્ર્વ વિખ્યાત જામ રણજીતસિંહજીનો જન્મ દિવસ છે. આજે વિશ્ર્વ આ મહાન રાજવી અને ઓલ રાઉન્ડર ખેલાડીની 148 મી જન્મજયંતિ પર તેને આદરપુર્વક યાદ કરે છે.

જામ રણજીતસિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872 ના જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલા સડોદર ગામે દરબારગઢમાં થયો હતો તેઓએ 11 મી માર્ચ 1907 ના રોજ જામનગરની રાજગાદી સંભાળી અને 26 વર્ષ સુધી રાજ કર્યું. જામ રણજીતસિંહનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજ ટ્રીનીટી કોલેજ માં થયો હતો તેથી તેઓ પશ્ર્ચિમ કેળવળી પામેલા પ્રથમ રાજવી હતા પશ્ર્ચિમી સુધારાવાદી વિચારસરણીના કારણે તેમને અનેક અંધશ્રધ્ધાઓ દુર કરી અને શહેરને આધુનિક સ્વરૂપ આપ્યું.

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં રણજી નું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે પણ દેશમાં રમાતી રણજીટ્રોફી ટુર્નામેન્ટએ જામ રણજીતની સ્મૃતિને ચિરંજીવી બનાવી દીધી છે, તે સમયે અંગ્રેજ પ્રજામાં એવી છાપ હતી કે કાળી ચામડી વાળા શું ક્રિકેટ રમી શકે...? જામ રણજીતે ભુંસી નાખી હતી અને એક પછી એક કિર્તિમાનો સ્થાપી નવાનગરનું નામ વિશ્ર્વભરમાં ગુંજતું કરી દીધું હતું તેઓની લેગગ્લાસ સ્ટાઇટથી દડાને બાઉન્ડ્રીની બહાર મોકલી દેવાથી પધ્ધતિ આજે પણ અનેક યુવા ખેલાડીઓ શીખી રહ્યા છે.

રણજીતસિંહજી રાઇટહેન્ડ બેસ્ટમેન રહ્યા હતા જેમાં તેણે ટેસ્ટ મેચમાં 45.00 ની એવરેજ થી 989 રન અને ફર્સ્ટ કલાસ મેચમાં 56.04 ની એવરેજથી 307 મેચમાં 24692 રન ફટકાર્યા હતા જયારે રાઇટહેન્ડ મીડીયમ બોલર તરીકે તેમણે ટેસ્ટ મેચ માં એક અને ફર્સ્ટ કલાસ મેચમાં 133 વિકેટ ઝડપી હતી.

નગરનો વિકાસ આજે જેમને આભારી છે તે જામ રણજીતસિંહે તેમના શાસનકાળમાં મહેસુલી પધ્ધતિ સુધારી, દિવાન ની જગ્યાએ સેક્રેટરીએટ પધ્ધતિ દાખલ કરી બેડીબંદરનું આધુનિકરણ, જામનગરથી દ્વારકા સુધીની રેલ્વે લાઇનમાં વધારો હાલની જી.જી.હોસ્પિટલનું બાંધકામ, નગરના રસ્તાઓ, સુમેર સ્પોર્ટસ કલબ, રણજીત સાગર ડેમ વિગેરે વિકાસ કામો તેઓના શાસનકાળમાં થયા હતાં.

મહારાજા લીગ ઓફ નેશન્સમાં જામ રણજીતસિંહ ભારતના પ્રતિનિધિ નિમાયા હતાં. આ ઉપરાંત તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીઝના પ્રમુખ પણ રહ્યા હતાં. 1930 માં યોજાયેલી ગોળમેજી પરિષદમાં પણ તેઓએ ભાગ લઇ નગરનું ગૌરવ વધાર્યું હતું. પ્રજાવત્સલ્ય અને દિર્ધદ્રષ્ટા રાજવીના કરેલા કાર્યોના મીઠા ફળ આજે પણ જામનગરની જનતા ચાખી રહી છે.

Next Story