Connect Gujarat
ટ્રાવેલ 

શું તમે પણ વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો મુશ્કેલીમાં મુકાવ એ પહેલા કરી લેજો આ ખાસ કામ....

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું વિઝાની જેટલું જ જરૂરી હોય છે. ત્યાં જ અમુક દેશોમાં ઇન્શ્યોરન્શમાં આવી કોઈ શરતો નથી હોતી.

શું તમે પણ વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો મુશ્કેલીમાં મુકાવ એ પહેલા કરી લેજો આ ખાસ કામ....
X

જો તમે ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો. તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ ટ્રીપ પર દુર્ઘટના ભારે પડી શકે છે. કારણ કે તમને તે દેશોની સિસ્ટમની ખબર હોતી નથી અને સાથે જ ત્યાના કાયદાની પણ જાણ હોતી નથી. એવામાં એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમારી મોટી મદદ કરી શકશે. ઘણા દેશો એવા હોય છે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું વિઝાની જેટલું જ જરૂરી હોય છે. ત્યાં જ અમુક દેશોમાં ઇન્શ્યોરન્શમાં આવી કોઈ શરતો નથી હોતી. જોકે વિદેશમાં આવી શકતી કોઈ પણ મુશ્કેલીઑ માટે તૈયાર રહેવું જરૂરી છે. માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્શ લેવું ખૂબ જ જરૂરી છે.

· શું છે ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ?

ઈન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન મેડિરલ ઈમરજન્સી, સામાનની ચોરી, ફ્લાઈટ છૂટવા કે કેન્સલ થવા, પાસપોર્ટ કે પૈસા ચોરી થવા, જેવી પરિસ્થિતિઓમાં ફાઈનાન્શિયલ કવરેજ આપી શકે છે. ફોરેન ટ્રાવેલ ઈન્શ્યોરન્સમાં તેના ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના કવરેજ આપવામાં આવે છે.

· ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો તો શું થશે?

જો તમે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો અને તમારી મુસાફરી કોઈ મુશ્કેલી વગર પૂર્ણ થઈ તો સારૂ છે પરંતુ જો તમને કોઈ મુશ્કેલી આવી જેમ કે બેગેજ ક્યાંક ગુમ થઈ ગયું કે તમારો સામાન ચોરી થઈ ગયો. પર્સ ચોરાઈ ગયું, પાસપોર્ટ મિસપ્લેસ થઈ ગયો કે તમારી તબીયત ખરાબ થઈ તો આ બધી વસ્તુઓ પર તમને વધારે ખર્ચ કરવો પડી શકે છે. આ ખર્ચ તમારા ટ્રાવેલના ખર્ચ કરતા બમણાથી વધારે હોઈ શકે છે.

Next Story