Connect Gujarat
ટ્રાવેલ 

સસ્તામાં કરો સોલો ટ્રાવેલિંગ, આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તો પૈસાની પણ થશે બચત.....

મુસાફરી કોને ન ગમે? પરિવાર અને મિત્રો સાથે મુસાફરી કરવી સિવાય મોટાભાગના લોકો હવે એકલા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

સસ્તામાં કરો સોલો ટ્રાવેલિંગ, આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તો પૈસાની પણ થશે બચત.....
X

મુસાફરી કોને ન ગમે? પરિવાર અને મિત્રો સાથે મુસાફરી કરવી સિવાય મોટાભાગના લોકો હવે એકલા મુસાફરી કરવાનું પસંદ કરે છે. નવા લોકોને મળવાનું અને નવા સ્થળોની શોધ કરવી સરસ લાગે છે, ચાલો જાણીએ કે એકલા મુસાફરી કરતી વખતે કેવી રીતે બચત કરવી.

હાલના સમયમાં ફેશન અને લાઈફસ્ટાઈલની બીજી વસ્તુઓની સાથે-સાથે ટ્રાવેલિંગ કરવાની રીત પણ બદલી ગઈ છે. એક સમય હતો જ્યારે મોટાભાગના લોકો પરિવારની સાથે ફરવા જતા હતા પરંતુ હવે લોકો સોલો ટ્રાવેલિંગ એટલે કે, એકલા મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કહેવાય છે ને કે, અનુભવ આપણે ત્રણ વસ્તુઓથી મળે છે, પુસ્તક, તમારી આસપાસના લોકો અને પ્રવાસ કરીને. પ્રવાસ પર જવાથી કેટલીક વસ્તુઓ જાણવા અને શીખવા મળે છે. એકલા ફરવા નીકળી જવું અને નવા -નવા લોકોને મળવું, ત્યારબાદ આગળ જવું, આ બધું સાંભળી જાણીને સારું તો ખુબ લાગે છે પરંતુ સોલો ટ્રાવેલિંગ દરમિયાન કેટલીક મુશ્કેલીઓને સામનો પણ કરવો પડે છે. તો ચાલો જાણીએ સોલો ટ્રાવેલિંગ કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખી પૈસાની બચત કરી શકાય છે.

· પ્લાનિંગ છે જરુરી

સોલો ટ્રાવેલિંગ માટે જરુરી છે કે, તે પહેલાથી જ પ્લાનિંગ કરી લે. તે જ્યાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે, સૌથી પહેલા એ જગ્યા વિશે જાણી લે, શું ત્યા રહેવા માટે સસ્તો રુમ મળી જશે. જમવાનો ખર્ચ કેટલો આવશે. ત્યાં પહોંચવા માટે શેનો ઉપયોગ કરી શકાય છે અને રુમનું ભાડું કેટલું લાગશે.

· દિવસમાં કરો ટ્રાવેલિંગ

જો તમે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો દિવસમાં ટ્રૈવલ કરો. એવું એટલા માટે કારણ કે, દિવસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલું હોય છે.જેના કારણે તમારે વાહન બુક કરવાની સમસ્યા રહેશે નહિ.કારણ કે, તેનું ભાડું પણ ખુબ મોંધુ હોય છે.પ્રયત્ન કરો કે, સરકારી બસમાં જ ટ્રાવેલ કરો.

· નવા નવા મિત્રો બનાવો

એક ટ્રૈવલરની અંદર એ ક્વોલિટી તો હોવી જ જોઈએ જેના કારણે તે જ્યાં પણ જાય તે લોકો સાથે હળીમળી શકે. નવા લોકો સાથે મળી તમે તેની સાથે વાતો કરી શકો છો. અને જ્યાં ગયા છે ત્યાંના મિત્રો બનાવો છો તો તે તમને તમામ માહિતી સમજાવશે. સાથે ઓછા બજેટમાં તમે ફરી શકશો. અને તમને એવું પણ નહિ થાય કે તમે એકલા મુસાફરી કરી રહ્યા છે.

· ચાલવાનું રાખો

જો તમે કોઈ શહેરમાં જઈ રહ્યા છો તો ચાલીને ન જવું જોઈએ, ત્યાં બજાર અને ગલીઓમાં ચાલીને ફરવાનું રાખવાથી તમને ત્યાં રહેલી તમામ વસ્તુઓ વિશે જાણ થશે. જેનાથી તમે એ શહેરમાં આરામથી ફરી શકશો સાથે ચાલીને જવાથી પૈસાની પણ બચત થશે.સસ્તામાં કરો સોલો ટ્રાવેલિંગ, આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તો પૈસાની પણ થશે બચત.....

Next Story