Connect Gujarat
ટ્રાવેલ 

ગોવા ફરવા જવા માટે IRCTCએ આપ્યું ખાસ ટુર પેકેજ, જાણો 4 દિવસ ફરવા માટે કેટલો લાગશે ખર્ચ.......

ગોવામાં મંગુશી મંદિર, અગુઆડા ફોર્ટ, અંજુના બીચ, માંડવી નદી પર સાંજની ક્રૂઝ, બાગા બીચ, કેંડોલીમ બીચ અને સ્નો પાર્કની મુલાકાત લેવામાં આવશે.

ગોવા ફરવા જવા માટે IRCTCએ આપ્યું ખાસ ટુર પેકેજ, જાણો 4 દિવસ ફરવા માટે કેટલો લાગશે ખર્ચ.......
X

IRCTC ગોવા ફરવા જવા માટે આગામી માહિનામાં એટલે કે 6 ઓક્ટોબર 2023 થી 9 ઓક્ટોબર 2023 સુધી 3 રાત અને 4 દિવસ માટે હવાઈ મુસાફરી પેકેજ લોન્ચ કરી રહી છે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓ માટે લખનૌથી ગોવા ફ્લાઈટમાં મુસાફરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને થ્રી સ્ટાર હોટલમાં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોવામાં સ્થાનિક જોવાલાયક સ્થળો એસી વાહન દ્વારા કરવામાં આવશે. આ સફર દરમિયાન ગોવામાં મંગુશી મંદિર, અગુઆડા ફોર્ટ, અંજુના બીચ, માંડવી નદી પર સાંજની ક્રૂઝ, બાગા બીચ, કેંડોલીમ બીચ અને સ્નો પાર્કની મુલાકાત લેવામાં આવશે.

આ ટુર પેકેજમાં 3 લોકો સાથે રહેવા માટે પેકેજની કિંમત 30800 રૂપિયા પ્રતિ પર્સન નક્કી કરવામાં આવી છે. બે લોકો સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યકતી દીઠ 31200 રૂપિયા છે. જ્યારે એક વ્યકતી સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યકતી દીઠ 37700 રૂપિયા છે. માતા પિતા સાથે રહેતી વખતે બાળક દીઠ પેકેજ કિંમત રૂ. 27350 બેડ સહિત અને બેડ વિના વ્યકતી દીઠ રૂ. 26950 છે.

Next Story