Connect Gujarat
દેશ

ઉદ્ધવ ઠાકરેનું એલાન - નાગરિકત્વ સાબિત કરવું મુશ્કેલ, મહારાષ્ટ્રમાં નહીં લાગુ થાય NRC

ઉદ્ધવ ઠાકરેનું એલાન - નાગરિકત્વ સાબિત કરવું મુશ્કેલ, મહારાષ્ટ્રમાં નહીં લાગુ થાય NRC
X

મહારાષ્ટ્રના

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએ નાગરિકત્વ છીનવવાનો કાયદો છે. જો એનઆરસી

લાગુ કરવામાં આવે તો હિન્દુ અને મુસ્લિમ બંને માટે નાગરિકત્વ સાબિત કરવું મુશ્કેલ

બનશે. હું આ થવા નહીં દઉં.

મહારાષ્ટ્રના

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહે છે કે તેઓ મહારાષ્ટ્રમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનશિપ (એનઆરસી) લાગુ કરશે

નહીં. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'સિટિઝનશિપ

એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) નાગરિકત્વ છીનવી લેવાની નથી, તે આપવાની વાત છે.

જો એનઆરસી લાગુ કરવામાં આવે તો હિન્દુ અને મુસ્લિમ બંને માટે નાગરિકત્વ સાબિત

કરવું મુશ્કેલ બનશે. હું આ થવા નહીં દઉં.

મહારાષ્ટ્રના

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે નાગરિકતા

સુધારા અધિનિયમ અને એનઆરસી સામે દિલ્હીના શાહીન

બાગ સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધ

કરનારાઓનું કહેવું છે કે નાગરિકતા સુધારો કાયદો મુસ્લિમોની વિરુદ્ધ છે અને ધર્મના

આધારે ભેદભાવ કરે છે.

Next Story