Connect Gujarat
સમાચાર

અનલોક-5 : સિનેમા હોલમાં જનારા લોકો માટે સારા સમાચાર, જાણો કઈ શરતો સાથે ખૂલશે મલ્ટીપ્લેક્સ..!

અનલોક-5 : સિનેમા હોલમાં જનારા લોકો માટે સારા સમાચાર, જાણો કઈ શરતો સાથે ખૂલશે મલ્ટીપ્લેક્સ..!
X

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ અનલોક 5માં આજથી કેટલીક શરતો સાથે મલ્ટીપ્લેક્સ ખૂલશે. લોકડાઉન બાદ પ્રથમ વખત સિનેમાઘર ખૂલશે. સિનેમા હોલમાં જનારા લોકો માટે કોરોના કાળમાં ફિલ્મ જોવાનો અનુભવ બદલવાનો છે.

રિપોર્ટ્સ મુજબ દેશના 10 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોએ સિનેમાઘરો ખોલવાનો ફેંસલો કર્યો છે. સિનેમાઘર સુધી પહોંચવા હવે ઈ ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે. કોરોનાકાળ પહેલા સિનેમાઘરમાં પ્રેવશતી વખતે કાગળની ટિકિટ બતાવવી પડતી હતી. પરંતુ હવે તેમ નહીં થાય. એટલું જ નહીં જે લોકો સિનેમાઘરના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદશે તેમને પણ ઈ ટિકિટ મળશે. ઈ ટિકિટ લીધા બાદ દર્શક સિનેમાઘરમાં દાખલ થઈ શકશે.

જે લોકોની ઉમર 6 વર્ષથી વધારે અને 60 વર્ષથી નીચે હશે તેમને જ સિનેમાઘરમાં પ્રવેશ અપાશે. 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

- સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે.

- શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.

- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.

- થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે

- કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

- 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય

- એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.

- ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

- બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.

- કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.

Next Story