Connect Gujarat
Featured

યુપી: યોગી આદિત્યનાથ સરકારે બનાવી નવી સ્પેશિયલ ફોર્સ, વોરંટ વિના શોધ, ધરપકડનો અધિકાર

યુપી: યોગી આદિત્યનાથ સરકારે બનાવી નવી સ્પેશિયલ ફોર્સ, વોરંટ વિના શોધ, ધરપકડનો અધિકાર
X

યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશમાં નવી સુરક્ષા ફોર્સનું ગઠન કર્યું છે. ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષા દળ રાજ્યની ઉચ્ચતમ કચેરી તેમજ સંસ્થાનોનું રક્ષણ કરશે. સરકારે આ દળને વિશેષ તાકાત પ્રદાન કરી છે. જેમાં કોઈપણ વોરંટ વિના દળના સભ્યોને કોઈને પણ તપાસ અથવા ધરપકડ કરી શકશે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક નવું સ્પેશ્યલ પ્રોટેકશન ફોર્સ બનાવ્યું છે. આ દળની શક્તિઓ સેન્ટ્રલ ઓદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) જેવી જ હશે. આ દળને વોરંટ વિના તપાસનો તેમજ કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર હશે. રાજ્ય સરકારે રવિવારે આ માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષા દળ (UPSSF) ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ અદાલતો, જિલ્લા અદાલતો, વહીવટી કચેરીઓ અને પરિસર અને યાત્રાધામ કેન્દ્રો, મેટ્રો રેલ, હવાઇમથકો, બેંકો અન્ય નાણાકીય કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઓદ્યોગિક સંસ્થાઓ વગેરે માટે સુરક્ષા વ્યવસ્થા કરશે.

યુપી સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું કે આ રીતે 5 બટાલિયનની રચના પર કુલ ખર્ચનો બોજ 1747.06 કરોડ અંદાજવામાં આવ્યો છે. જેમાં પગાર ભથ્થાઓ અને અન્ય વ્યવસ્થા સમ્મિલિત છે. આ દળના સભ્યોને વિશેષ સત્તાના નિયમો આપવામાં આવશે.

અવસ્થીએ કહ્યું, "મહત્વપૂર્ણ મથકોની સુરક્ષા માટે હાલમાં 9,919 જવાનો કાર્યરત રહેશે. પ્રથમ તબક્કામાં વિશેષ સંરક્ષણ દળ તરીકે 5 બટાલિયનની રચના કરવાની દરખાસ્ત છે. આ બટાલિયનની રચના માટે કુલ 1,913 નવી જગ્યાઓ બનાવવામાં આવશે." તેમણે કહ્યું કે આ દળ (યુપીએસએસએફ) મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો સ્વપ્ન પ્રોજેક્ટ હશે.

આ ટ્વીટમાં એડિશનલ ચીફ સેક્રેટરીને ટાંકીને જણાવ્યું છે કે, સૈન્યના સભ્ય કોઈ મેજિસ્ટ્રેટના આદેશ વિના અને કોઈપણ વોરંટ વિના વ્યક્તિની ધરપકડ કરી શકે છે. વોરંટ વિના તલાશી કરવાની શક્તિ પણ આ દળ પાસે હશે.

સરકારના તાજેતરના પગલા અંગે ઘણા લોકોએ પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા વિવેચકો કહે છે કે શોધ અને ધરપકડના અધિકારનો દુરુપયોગ થઈ શકે છે.

સરકાર દ્વારા આ ટીકાઓ અંગે હાલમાં કોઈ ઓપચારિક જવાબ નથી આપવામાં આવ્યો. જો કે સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ સિક્યુરિટી ફોર્સ પાસે સીઆઈએસએફ જેવી જ સત્તા હશે. સેન્ટ્રલ ફોર્સ સીઆઈએસએફ મહત્વપૂર્ણ સ્થાપનોનું રક્ષણ કરે છે.

Next Story