Connect Gujarat
Featured

વડોદરા : ડભોઇ નજીક ટ્રકમાં લાગી આગ, કપાસ બળીને ભસ્મીભૂત

વડોદરા : ડભોઇ નજીક ટ્રકમાં લાગી આગ, કપાસ બળીને ભસ્મીભૂત
X

વડોદરાના ડભોઇ કરનેટ રોડ ઉપર નસવાડી તરફથી ઓવર લોડ કપાસની ગાસડીઓ ભરી 16 ટાયર વાડી એલ.પી.ટ્રક ડભોઇ થઈ હાલોલ તરફ જવા નિકડી હતી જે અરસામાં ડભોઇ બોરિયાદ ગામે રોડ ઉપર થી પસાર થતાં વીજવાયર કપાસની ગાસળીઓમાં અડી જતાં સોટ સર્કિટને કારણે કપાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગ વિકરાત સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે ડભોઇ ફાયર ટીમના બે ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી જ્યારે આગ લાગેલી જોઈ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રકને ઊભી રાખી ટ્રકમાંથી નિકડી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર બનાવમાં 200 ઉપરાંત કપાસની ગાસળીઓ બળીને ભસ્મીભૂત થઈ જવા પામી હતી.

જોકે ઓવરલોડ ભરેલ કપાસની ટ્રકમાં આગ લાગતાંની સાથે ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રકને રોડ ઉપર જ ઊભી કરી સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી બહાર આવતા જાનહાની થઈ નથી જ્યારે રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. ડભોઇ નગર પાલીકા ફાયર વિભાગને જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી જઇ પાણીનો મારો ચલાવી આશરે 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં એલ.પી. ટ્રક અને તેમાં ભરેલ કપાસની ઘાસડીઓ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

Next Story