Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ મુખ્યમંત્રીએ કર્યા બડા ગણેશનાં દર્શન, રાજ્યની જનતાને પાઠવી શૂભેચ્છા

વડોદરાઃ મુખ્યમંત્રીએ કર્યા બડા ગણેશનાં દર્શન, રાજ્યની જનતાને પાઠવી શૂભેચ્છા
X

મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા

આજથી રાજ્યભરમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપણીએ આજે ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે આવેલી બડા ગણેશની પ્રતિમાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65013,65014,65015,65016,65017,65018,65019,65020,65021,65032"]

રાજ્યમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જ્યાં તેઓએ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની સૌથી મોટી ગણેશની પ્રતિમાના દર્શન કર્યા હતા. અને સમયે મુખ્યમંત્રીએ ગણેશ યાગ કર્યા બાદ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ તથા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. જાગનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાડુ હોમવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી બે પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે હું રાજ્યની જનતાને બંને પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવુ છુ. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી વિરાટ બડા ગણેશની દર્શન કરીને હું ધન્યતા અનુભવી રહ્યો છું.

Next Story