Connect Gujarat
Featured

વડોદરા : સામુહિક આપઘાત પ્રકરણમાં ભાવિન સોનીનું પણ મોત, છમાંથી હવે એક જ સભ્ય જીવીત

વડોદરા : સામુહિક આપઘાત પ્રકરણમાં ભાવિન સોનીનું પણ મોત, છમાંથી હવે એક જ સભ્ય જીવીત
X

હવે વાત વડોદરાની કે જયાં ગુપ્ત ધન મેળવવાની લાલસામાં પરિવારે જયોતિષોને 32 લાખ રૂપિયા આપી દીધાં હતાં અને દેવુ ભરપાઇ નહિ થતાં 4 વર્ષીય બાળકને ઝેર પીવડાવી પરિવારના પાંચ સભ્યોએ સ્વેચ્છાએ ઝેરના પારખાં કર્યા હતાં. આ પ્રકરણમાં ભાવિન સોનીનું પણ મોત થઇ ચુકયું છે અને ભાવિને જ તેમના પરિવારે કેમ સામુહિક આપઘાત કરવો પડયો તેના રાઝ ખોલ્યાં હતાં.


વડોદરાના સમા વિસ્તારમાં રહેતાં નરેન્દ્રભાઇ સોનીએ તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર અને પૌત્રી સાથે સામુહિક આપઘાત કર્યો હતો. નરેન્દ્રભાઇએ તેમના હાથે પોતાના ચાર વર્ષના પૌત્રને ઝેરી દવા પીવડાવી હતી. પરિવારના અન્ય સભ્યોએ સ્વેચ્છાએ ઝેરી દવા પી લીધી હતી પણ બે કલાક સુધી તરફડયાં બાદ પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. પરિવારના ત્રણ સભ્યો જીવીત હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જયાં ભાવિન સોનીએ તેમનો પરિવાર કેવી રીતે જયોતિષોની ચુંગાલમાં ફસાયો હતો તેની આપવિતિ જણાવી હતી. ગુપ્તધન મેળવવાની લ્હાયમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની દેવાના ડુંગર નીચે દબાતા ગયાં અને આખરે આર્થિક સંકડામણથી કંટાળી સામુહિક આપઘાતનું પગલું ભર્યું હતું. સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ભાવિન સોની સહિત અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. સોની પરિવારની એક માત્ર સભ્ય હાલ હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયાં છે. ગુપ્ત ધન મેળવવાની પરિવારના મોભીની લાલસાના કારણે બે માસુમ બાળકોને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો વડોદરા પોલીસ જયોતિષોને ઝડપી પાડવાની કવાયતમાં લાગી છે..

Next Story