Connect Gujarat
ગુજરાત

વડોદરા : દેશમાં મુસ્લિમો સુરક્ષિત પણ કોંગ્રેસ કરે છે રાજનીતિ કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

વડોદરા : દેશમાં મુસ્લિમો સુરક્ષિત પણ કોંગ્રેસ કરે છે રાજનીતિ કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ
X

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુર્હુત અને કિસાન સંમેલન સહિતના કાર્યક્રમોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જ્યાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સીએએથી શરણાર્થીઓને સન્માન પ્રાપ્ત થયું છે, ભારતમાં મુસ્લિમો સુરક્ષિત છે, પરંતુ કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે.

છેલ્લે સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મગફળી મુદ્દે જણાવ્યું હતું કે, 30 હજાર ખેડૂતોને સરકારે બજાર કિંમત કરતા ભાવ આપ્યા છે. અને છેલ્લે સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે. સરકારે ખેડૂતોને વ્યાજ મુક્ત કર્યાં છે. આ ઉપરાંત લાંચીયા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે જણાવ્યું હતું કે, એસીબીનો અધિકારી પણ લાંચ લેશે, તો તેને પણ સરકાર છોડસે નહીં.

170 કરોડના વિકાસના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરાયા

વડોદરા એપીએમસી ખાતે સુશાસન દિવસ નિમિત્તે કૃષિ પેકેજ હેઠળ લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજનુ વિતરણ કરાયું હતુ. આ ઉપરાંત ચીખોદરા ખાતે અંદાજિત 32 લાખના ખર્ચે નિર્મિત જળ શુદ્ધિકરણ પ્લાંટનું લોકાર્પણ કરાયું હતું. 170 કરોડના વિકાસના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

Next Story