/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/05140416/maxresdefault-62.jpg)
કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોના કપાસની ખરીદી નહિ કરવામાં આવતાં ખેડુતોએ કપાસનો જથ્થો સળગાવી દઇ વિરોધ નોંધાવ્યો હતો. કપાસમાં વધારે ભેજ હોવાનું કારણ આગળ ધરી એપીએમસી સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કરી દેતાં મામલો બિચકયો હતો.
કરજણ એપીએમસી ખાતે તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડુતો તેમનો કપાસનો પાક વેચવા માટે આવ્યાં હતાં. કપાસમાં ભેજ વધારે હોવાનું જણાવી એપીએમસીના સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કરતાં ખેડુતો રોષે ભરાયાં હતાં. ખેડુતોએ એપીએમસીના પરિસરમાં જ સુત્રોચ્ચાર શરૂ કરી હોબાળો મચાવ્યો હતો. આટલેથી નહિ અટકતાં ખેડુતોએ તેમની સાથે લાવેલાં કપાસના જથ્થાને સળગાવી દીધો હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણ ને સેન્ટર આપવામાં આવ્યું છે કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ૫૫ થી ૬૦ ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે . ભેજવાળો કપાસ અમે ખરીદી નથી શકતા