Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા શ્રીજી, સાંપ્રત પરિસ્થિતિને પ્રસ્તુત કરતું ડેકોરેશન

વડોદરાઃ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા શ્રીજી, સાંપ્રત પરિસ્થિતિને પ્રસ્તુત કરતું ડેકોરેશન
X

વાઘોડિયા રોડ ખાતે એક્નાથ ગણેશ મંડળ ધ્વારા છેલ્લા 18 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ગણેશ મંડળ ધ્વારા ખાસ પ્રકારની થીમ સાથે ગણેશ સ્થાપના કરવામાં આવનાર છે. ખેડૂતોની આંતરવેદના વ્યક્ત કરતી થીમ વ્યક્ત કરી ધાર્મિક પ્રવુત્તિ સાથે સામાજિક જવાબદારી નિભાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે એક્નાથ ગણેશ મંડળ ધ્વારા છેલ્લા 18 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દર વર્ષે સાંપ્રત સામાજિક પરિસ્થતિઓના વિષય ઉપર ડેકોરેશન કરવામાં આવતું હોય છે. આ વખતે જયારે એક તરફ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આંદોલન અને ભારત બંધના એલાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક્નાથ યુવક મંડળ ધ્વારા ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક જવાબદારીની ફરજના ભાગ રૂપે ખેડૂતોની વ્યથા રજુ કરતી થીમ દર્શાવામાં આવી છે. જેમાં દર્શાવાયું છે કે ખેડૂતો દેવું વધી જતા આત્મહત્યા કરી રહ્યા છે અને શ્રીજી વ્યથિત નયને તેમને નિહાળી રહ્યા છે.

એક તરફ નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી જઈ અને ત્યાં મોજ ની લાઈફ જીવી રહ્યા છે. ઉદ્યોગપતિઓને નજીવા દરે જમીનો ફાળવવામાં આવે છે. ઓછા વ્યાજ દરે કરોડો ની લોન આપી દેવામાં આવે છે. જયારે જગતનો તાત ખેડૂત પ્રધાન દેશમાં પણ સરકાર પાસે દેવા માફીની આશા રાખતા રાખતા અંતે લાચાર બની આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે સરકાર ધ્વારા ખેડૂતોની વધતી જતી આત્મહત્યા રોકવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જનતા પણ આ મામલે જાગૃત થાય તે હેતુથી સરાહનીય વિષય પર એકનાથ ગણેશ મંડળ ધ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષ થી બિનરાજકીય રીતે સમાજ ને સ્પર્શતું ડેકોરેશન કરવા માં આવી રહ્યું છે.

Next Story