Connect Gujarat
ગુજરાત

વડોદરા : ITIમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરની ભરતી કરવા માટે કલેક્ટરને કરી રજૂઆત

વડોદરા : ITIમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરની ભરતી કરવા માટે કલેક્ટરને કરી રજૂઆત
X

ગુજરાતભરની ITIમાં 50 જેટલા વિવિધ ટ્રેંડમાં 2367 સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરની ભરતી કરવા માટે ગત વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત તેમજ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. 7000 થી વધુ લોકોએ પરીક્ષા આઓઈ હતી. છ મહિના થઈ ગયા હોવા છતાં હજી પરિણામ આપવામાં આવ્યા નથી. અને જેમના પરિણામ આવ્યા છે, તેમની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી નથી.

આજે ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેકટરને પરીક્ષાર્થીઓએ તેમની મુશ્કેલી અંગે આવેદન પત્ર આપ્યું હતું. કોરોના વાયરસની મહામારીને પગલે આવેદન આપવા આવેલા તમામ પરિક્ષાર્થીઓએ માસ્ક પહેરીને સામાજિક દુરી રાખીને કલેક્ટર કચેરી પર આવ્યા હતા. આવેદનપત્રમાં તેમની સમસ્યાઓ વર્ણવી હતી. રાજ્ય સરકાર સુધી તેમની રજુઆત પહોંચાડવા માટે કલેકટરને જણાવવામાં આવ્યું હતું.

Next Story