Connect Gujarat
ગુજરાત

વડોદરા : વેસ્ટર્ન ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપનો વિધાનસભા અધ્યક્ષના હસ્તે કરાયો પ્રારંભ

વડોદરા : વેસ્ટર્ન ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપનો વિધાનસભા અધ્યક્ષના હસ્તે કરાયો પ્રારંભ
X

બાળકો મોબાઈલ છોડો અને મેદાનમાં ઉતરો તેવો અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બાળકોમાં બચપણથી

રમવા અને યોગ વ્યાયામની ટેવ પડશે તો સ્વસ્થ પેઢીનું ઘડતર થશે અને દેશ તેમજ રાજ્યના

બજેટમાં આરોગ્ય માટે કરવા પડતા ખર્ચમાં ઘટાડો કરી શકાશે. કરાટે એ કોઈને મારવા

માટેની નહિ પણ હુમલાથી જાતને બચાવવાની, આત્મ રક્ષણની રમત

છે. વ્યક્તિને આત્મ રક્ષણનો અધિકાર કાયદો પણ આપે છે.

આ પ્રસંગે ગુજરાત વાડો કાઈ

કરાટે ડુ એસોસિએશન આયોજિત વેસ્ટર્ન ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૦ના

વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરો અને

મહારાષ્ટ્ર, દીવ-દમણથી લગભગ ૨૦૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ

પ્રસંગે રમતવીર બાળકોએ પીઝા જેવી હાનિકારક વાનગીઓ છોડી ભારતીય પરંપરાની તંદુરસ્ત

ફૂડ હેબિટ અપનાવવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ

ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા શરૂ કરાવ્યો. તેના

પરિણામે બાળકોમાં રમતવીર બનવાની ધગશ કેળવાઈ અને માતાપિતામાં બાળકોને રમતવીર

બનાવવાના ઉત્સાહનું સિંચન થયું. સયાજીરાવ ગાયકવાડના વ્યાયામ પ્રેમને યાદ કર્યો અને

અખાડા પરંપરા દ્વારા તંદુરસ્તી જાળવવાના વડોદરાના રાજ્ય વારસાનો ઉલ્લેખ કરતાં

કહ્યું હતું કે, સશકત માનવ સંપદાથી સશકત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે દીકરીઓ કરાટે

રમે અને મજબૂત મનોબળ કેળવે એવો અનુરોધ કરતાં કહ્યું હતું કે, દેશને ઝાંસીની રાણી જેવી મહિલા શક્તિની જરૂર છે.

વિધાનસભા અધ્યક્ષએ કરાટેની તાલીમ દ્વારા રમત સંસ્કૃતિ પ્રોત્સાહિત કરવા માટે

સંસ્થા અધ્યક્ષ અને પૂર્વ મંત્રી રજનીકાંત રજવાડી અને રાજેશ અગ્રવાલ સહિત

પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story