-
ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો મામલો
-
શહેરના નાગરવાડા-મહેતાવાડી વિસ્તારમાં કાર્યવાહી
-
મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી
-
ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી દબાણો હટાવાય
-
લારીઓ તેમજ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા
વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે ઇસમો દ્વારા કરાયેલી હત્યાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છીપીઠ-નાગરવાડા રોડની લારીઓ, શેડ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા-નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઈ જતી હોય છે, ત્યારે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા હતા.
જોકે, દબાણ શાખાની ટીમ JCB, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકઠા થયા હતા, જ્યાં દબાણો દૂર કરવા તેમજ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.