Connect Gujarat
વડોદરા 

કિશન હત્યા કેસ: વિધર્મીઓ દ્વારા વડોદરાના સાધુ ડો. જ્યોતિરનાથને પણ મળી ધમકી,જાણો શું છે સમગ્ર મામલો ..?

તાજેતરમાં ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમર ગની ઉસમાની, મૌલાના અયુબ સહિતના આરોપીઓની

કિશન હત્યા કેસ: વિધર્મીઓ દ્વારા વડોદરાના સાધુ ડો. જ્યોતિરનાથને પણ મળી ધમકી,જાણો શું છે સમગ્ર મામલો ..?
X

તાજેતરમાં ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમર ગની ઉસમાની, મૌલાના અયુબ સહિતના આરોપીઓની સતત પોલીસ દ્વારા પૂછપરછમાં કરવામાં આવી રહી છે. જેમાં પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ધર્મ વિરૂદ્ધ ટિપ્પણી કરનારા 1500 લોકોનું ટાર્ગેટ લિસ્ટ મૌલાના કમર ગનીએ બનાવડાવ્યું છે. તેવામાં સંત ડૉ. જ્યોર્તિનાથ મહારાજ આ લિસ્ટમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણકે તાજેતરમાં અલગ-અલગ શહેરોમાંથી લઘુમતી કોમના યુવકોએ તેમની ટકોર સ્વરૂપે મુલાકાત લીધી હોવાનું ધ્યાને આવ્યું છે.

ધંધુકાના કિશન ભરવાડની હત્યાના માસ્ટર માઇન્ડ આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉર્ફે અરમાનમિયાં હબીબુદ્દીન ઉસ્માનીને સેશન્સ કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસે કારણ રજૂ કર્યું હતું કે, નબીની ગુસ્તાખી કરનારા 1500 માણસોની યાદી કમરગની પાસેથી કઢાવવાની છે. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ છે કે યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે. મુસ્લિમો વિરૂધ્ધના ઉશ્કેરણીજનક સાહિત્ય અંગે ફંડીગના રેકર્ડ પણ કબજે કરવાના છે. કમરગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક તપાસમાં મળ્યા છે તે અંગે પણ તપાસ કરવાની છે. ગુજરાત એ.ટી.એસ પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, મુસ્લિમ વિરોધી ટિપ્પણી કરનારાને પાઠ ભણાવવા ષડયંત્ર ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં મળતી માહિતી અનુસાર ,થોડા દિવસ અગાઉ સંત ડૉ.જ્યોર્તિનાથ મહારાજને મુસ્લિમ અગ્રણીઓએ ફોન કરી જણાવ્યું હતું કે, અમે 11:30 વાગે તમારા ઘેર આવીશું. ત્યારબાદ નક્કી કરેલા સમયે 11.29 વાગ્યે ફોન કરનાર શખ્સોએ તેમનો દરવાજો ખટખટાવ્યો હતો. અને એક લોકલ વ્યક્તિને બાદ કરતાં મુંબઈ સહિતના અલગ-અલગ શહેરોમાંથી તબીબ, ઉદ્યોગપતિ સહિત ઉચ્ચ વર્ગના લઘુમતીકોમના યુવકોએ ધર્મ વિરોધી ભાષણ સંદર્ભે ડૉ.જ્યોર્તિનાથ મહારાજને ટકોર કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

Next Story