Connect Gujarat
વડોદરા 

પંચમહાલ : રાજ્યમાં પ્રથમ વખત 70 ફૂટની ઊંચાઈએ કરાયું મૃતદેહનું પોસ્ટમોર્ટમ

ગુજરાતમાં પહેલીવાર પોસ્ટમોર્ટમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

પંચમહાલ : રાજ્યમાં પ્રથમ વખત 70 ફૂટની ઊંચાઈએ કરાયું મૃતદેહનું પોસ્ટમોર્ટમ
X

ગુજરાતમાં પહેલીવાર પોસ્ટમોર્ટમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

પંચમહાલના પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રધામમાં આવેલા ખુનીયા મહાદેવની તળેટીમાં પાંચ થી છ દિવસથી ગુમ થયેલા યુવાનનો આખરે મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પાવાગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. ગુમ થયેલા યુવાનની શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ મળ્યો હતો.જ્યાંથી મૃતદેહ મળ્યો તે જગ્યા જમીનથી 70 ફૂટથી વધારે ઉપર હતી. પોલીસે જાણ કરતા સફાઈ કામદારો તેમજ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડોક્ટર જીગ્નેશ પારગી 70 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ઘરના સદસ્યોની હાજરીમાં ત્યાં જ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી. પાવાગઢ સ્થાનિક સરપંચના પતિ રાજુભાઇ વરિયા તથા પોલીસ તથા ફાયર ફાઇટર તેમજ સફાઈ કામદારોની કામગીરીને લોકોએ બિરદાવી હતી ...

Next Story