સુરત : અંગત અદાવતમાં ઓરિસ્સાના યુવકની હત્યાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં અંગત અદાવતમાં ધોળે દિવસે યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.

New Update

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં અંગત અદાવતમાં ધોળે દિવસે યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુડ્ડુ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિત પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યાની ઘટનામાં મોત નીપજનાર ગુડ્ડુ મૂળ ઓરિસ્સાનો વતની છે, અને શહેરના પાંડેસરા વિસ્તારમાં રહે છે. જોકે, ધોળા દિવસે કૃષ્ણનગર ખાતે શિવા નામના ઈસમ સાથે માણસો દ્વારા ગુડ્ડુ પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. શિવા નામના માથાભારે યુવક સાથે અદાવત ચાલતી હતી. જેને લઈને યુવકની હત્યા કરાઈ હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Advertisment