Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાદરાના અંબાજી તળાવમાં ડૂબી જતાં માતા સહિત 2 પુત્રોના મોત, પોલીસ તપાસ શરૂ...

માતાએ 2 પુત્રો સાથે કયા કારણોસર તળાવમાં પડતું મૂક્યું છે, તેનું હજી સુધી ચોકાસ કારણ જાણવા મળ્યું નથી

X

વડોદરાના પાદરાના મોટા અંબાજી તળાવમાં માતાએ 2 પુત્રો સાથે પડતું મુકતાં ત્રણેયના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસે તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરાના લતીપુરા ગામે વણકર વાસમાં રહેતા રતિલાલ ઉર્ફે રાકેશ વાઘેલા વડોદરાના માણેજાની ખાનગી કંપનનીમાં નોકરી કરે છે. તેમની 37 વર્ષીય પત્ની રશ્મિકા વાઘેલા, તેમજ તેમના પુત્ર 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, આ ત્રણેએ ગત શુક્રવારે સાંજના સમયે પાદરાના મોટા અંબાજી મંદિર ખાતે આવેલ તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું. પાદરા નગરપાલિકા સંચાલિત અંબાજી તળાવના સિક્યુરિટીએ બનાવની જાણ પાલિકાના સદસ્યોને કરી હતી.

બનાવની જાણ થતાં જ પાદરા નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં તરવૈયાઓની મદદથી માતા અને 2 પુત્રોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, 108ના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. માતાએ 2 પુત્રો સાથે કયા કારણોસર તળાવમાં પડતું મૂક્યું છે, તેનું હજી સુધી ચોકાસ કારણ જાણવા મળ્યું નથી, ત્યારે હાલ તો પાદરા પોલીસે માતા અને 2 પુત્રોના સામૂહિક આપઘાત મામલે તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story