Connect Gujarat
વડોદરા 

વડોદરા : પુરી-ઓખા ટ્રેનમાંથી બિનવારસી હાલતે મળી આવ્યો ગાંજાનો જથ્થો, રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી...

વડોદરા રેલ્વે પોલીસે પુરી-ઓખા એક્સ્પ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા : પુરી-ઓખા ટ્રેનમાંથી બિનવારસી હાલતે મળી આવ્યો ગાંજાનો જથ્થો, રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી...
X

વડોદરા રેલ્વે પોલીસે પુરી-ઓખા એક્સ્પ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર ગત તા. ૨૧/૦૮/૨૩ના રોજ ટ્રેન નં. ૨૦૮૧૯ પુરી-ઓખા એક્સ્પ્રેસ ટ્રેનમાં રેલ્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે રેલ્વે પોલીસ કાફલો વડોદરા તરફ આવવા રવાના થયો હતો, તે દરમ્યાન ઇટોલા રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના પાછળથી બીજા તથા ત્રીજા નંબરના જનરલ કોચના કોરીડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં એક ગ્રીન કલરનો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ હેડ કોન્સટેબલ દિનેશ પરથી તથા પોલીસ કોન્સટેબલ વિજયસિંહ રણજીતસિંહ નાઓએ અંદાજિત પાંચ કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આ ગાંજાનો જથ્થો કોઇ અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે થેલામાં લઈ રેલ્વે ટ્રેન મારફતે આયાત કરતો હોય, અને પોલીસમાં પકડાઇ જવાના ડરે બિનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો રેલ્વે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Next Story