વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં પોઈચા ગામે આકાશમાંથી રહસ્યમય ગોળો પડતાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર પંથકમાં કુતૂહલ સાથે ડરની લાગણી ફેલાઇ.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોઇચા ગામે આકાશમાંથી રહસ્યમય ગોળો પડતાં ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર પંથકમાં કુતૂહલની સાથે ડરની લાગણી ફેલાઇ છે. પોઇચા કનોડા ગામના રાજેન્દ્રસિંહ વાઘેલા નામના ખેડૂત સાંજના સમયે ખેતરમાં ફરવા ગયા હતા ત્યારે રહસ્યમય રીતે આકાશમાંથી પડેલો લોખંડનો ગોળો નજરે પડ્યો હતો.જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ અને ડરની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ ખેડૂતે સરપંચને કરતા સરપંચે પોલીસને જાણ કરી હતી.
પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી રહસ્યમય ગોળા અંગેની તપાસ હાથ ધરી હતી. અગાઉ ખેડા જિલ્લામાં ભૂમેલ જેવા ગામોમાં ગોળા પડવાની ઘટના બાદ આજ રોજ સાવલી તાલુકામાં પણ ઘટના ચર્ચાનો વિષય બની હતી. જ્યારે આકાશમાંથી પડતાં આ ગોળા બાબતે સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી થાય અને સત્ય બહાર આવે તેવી માગ ઊઠી છે. બે દિવસ અગાઉ ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકૂવા અને દાગજીપુર બાદ શનિવારે સવારે નડિયાદના ભૂમેલ ગામમાંથી આવો જ ગોળો મળી આવ્યો હતો.