Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઠેર ઠેર રસ્તાઓ પર નુપુર શર્મા તથા નવીન જિંદાલના ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લગાડયા

ધાર્મિક વિવાદીત ટીપ્પણી કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પક્ષમાંથી કાઢી મુકાયા છે. જે બાદ ઠેર ઠેર તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા : ઠેર ઠેર રસ્તાઓ પર નુપુર શર્મા તથા નવીન જિંદાલના ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લગાડયા
X

ધાર્મિક વિવાદીત ટીપ્પણી કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પક્ષમાંથી કાઢી મુકાયા છે. જે બાદ ઠેર ઠેર તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સુરતમાં નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર જિલાણી બ્રિજ પર જોવા મળ્યા હતા. જે બાદ આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા તથા નવીન જિંદાલના ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લગાડતા ઉત્તેજના વ્યાપી જવા પામી છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ભાજપને તેજ તર્રાર રાષ્ટ્રીય મહિલા પ્રવક્તાએ ટીવી ડિબેટ દરમિયાન ધાર્મિક વિવાદીત ટીપ્પણી કરી હતી. ટીપ્પણી બાદ દેશ વિદેશમાં તેઓની સામે વિરોધ ફાટી નિકળ્યો હતો. મામલો તુલ પકડતા નુપુર શર્મા અને પાર્ટીના નવીન જિંદાલને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જો કે આ બાદ પણ બંનેનો વિરોધ આજદિન સુધી જારી છે. હવે તેઓનો વિરોધ ગુજરાતમાં આવી પહોંચ્યો છે. તાજેતરમાં સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના ફોટા પર જૂતાનું નિશાન લગાવીને તેઓની ધરપકડ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે બાદ હવે વડોદરામાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે.આજે સવાલે શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા પર જુતાનું નિશાન મારીને તેઓની ધરપકડ કરવાનું લખાણ કરીને પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોમાં પણ આ કૃત્યને લઇને રોષ જોવા મળી રહ્યો છે. મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને જવાબદાર લોકોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Next Story