Connect Gujarat
વડોદરા 

વડોદરા : SSG હોસ્પિટલમાં 2 જૂથો વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ...

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ગત રાત્રે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો

X

એસએસજી હોસ્પિટલમાં ગત રાત્રે 2 જૂથો વચ્ચે થઈ મારામારી

કાસમ કબ્રસ્તાન નજીક અગાઉ 2 જૂથ વચ્ચે થઈ હતી મારામારી

મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો

વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ગત રાત્રે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો છે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કાસમ કબ્રસ્તાન નજીક 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. 2 મુસ્લિમ જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,

જ્યાં તેઓના સમર્થકો પણ ઉપસ્થિત થતાં જોતજોતામાં આ સમર્થકો વચ્ચે પણ બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ હોસ્પિટલમાં જ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. હોસ્પિટલના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બન્ને જૂથોને અલગ કર્યા હતા. જોકે, હોસ્પિટલમાં થયેલી મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

Next Story