Connect Gujarat
વડોદરા 

વડોદરા: સેન્ટ્રલ જેલમાં આ વર્ષે 20 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, કેદીઓએ તૈયારી શરૂ કરી

બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે-તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે છે

વડોદરા: સેન્ટ્રલ જેલમાં આ વર્ષે 20 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, કેદીઓએ તૈયારી શરૂ કરી
X

બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે-તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે છે, ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દીવાલ વચ્ચે જશે. બોર્ડ દ્વારા જે રીતે જુદી-જુદી શાળાઓમાં પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે, તેવી જ રીતે આ કેદી પરીક્ષાર્થીઓ માટે સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે અને બોર્ડ પ્રતિનિધિઓની નજર હેઠળ તમામ નીતિ નિયમો અનુસરીને અને તકેદારીના નિયમો પાળીને જેલમાં બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. વડોદરા સેન્ટ્રલ જેલમાં બીજા પ્રવેશ દ્વાર પછી વિશાળ ખુલ્લી જગ્યામાં ઓપન થીયેટર છે.

તેની સામે આવેલી કવોરન્ટીન બેરેકને તમામ સુવિધાઓ બોર્ડના ધારાધોરણ પ્રમાણે રાખીને બોર્ડ પરીક્ષા કેન્દ્રમાં ફેરવવામાં આવશે.CCTVની નજર અને તકેદારી હેઠળ પરીક્ષા લેવામાં આવશે. આ કેદી પરીક્ષાર્થીઓને પાઠ્ય પુસ્તકો, અપેક્ષિતો જેવું જરૂરી સાહિત્ય પૂર્વ તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેઓ સ્વ અભ્યાસ કરે છે અને સુશિક્ષિત સાથી કેદીઓ તેમને જરૂરી કોચિંગ આપે છે. જેલમાં રહીને ભણવાની આ ધગશને જેલ અને બોર્ડના સત્તાધિકારીઓ દ્વારા પીઠબળ મળવાથી કેદમાં હોવા છતાં તેમના માટે શિક્ષણના દ્વાર ખુલ્યા છે. આ શિક્ષણ તેમને નવા જીવનના માર્ગે લઈ જાય, સમાજ માટે સંપત્તિ રૂપ બની તેઓ આ કપરા કસોટી કાળમાંથી બહાર આવે એવી જેલ સત્તાધીશો આશા રાખી રહ્યા છે.

Next Story