Connect Gujarat
વડોદરા 

વડોદરા: કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં કારગિલ દિવસની ઉજવણી કરી વીર જવાનોને યાદ કરાયા હતા

1999માં કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.

વડોદરા: કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં કારગિલ દિવસની ઉજવણી કરી વીર જવાનોને યાદ કરાયા હતા
X

કારગીલ વિજયદિન 26 જુલાઈ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે ઇસવીસન 1999માં કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.શહેરની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી,પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

Next Story