વડોદરા જિલ્લાના કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્ય નોંધણી બાબતે મીટીંગ યોજાય હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ડિજિટલ સદસ્ય નોંધણી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નજીક આવેલી હોટલ અચીઝા ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્યોની નોંધણી બાબતે મીટીંગ યોજાઇ હતી. આયોજિત મિટિંગમાં તાલુકા-જિલ્લાના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગના પ્રારંભે ઉપસ્થિત અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલે હાજરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે,
ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ડિજિટલ સદસ્ય નોંધણી ઝુંબેશ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકોને ડિજિટલ સદસ્ય નોંધણી ઝુંબેશમાં જોડવા ખાસ અનુરોધ કર્યો હતો. મોંઘવારીના મુદ્દે પણ આપણે કામ કરવાનું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા જે આદેશ થાય છે તેને અનુસરવાનું છે. આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતા સોની, ઉપપ્રમુખ ઝુબેદાબેન, જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ, તાલુકા પંચાયત સદસ્ય ઉસ્માન ઉઘરાદાર, તાલુકા પંચાયત સદસ્યા વિશાખા પરમાર તેમજ કોંગી અગ્રણીઓ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.