Connect Gujarat
વડોદરા 

વડોદરા : દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરા ઝડપાયા, મોંઘીદાટ કાર સહિત રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના ગોરવા વિસ્તારના એક ખેતરમાં દારૂની મહેફિલ માણી રહેલા 8 જેટલા ખાનદાની નબીરાઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા

વડોદરા : દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરા ઝડપાયા, મોંઘીદાટ કાર સહિત રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત
X

વડોદરા શહેરના ગોરવા વિસ્તારના એક ખેતરમાં દારૂની મહેફિલ માણી રહેલા 8 જેટલા ખાનદાની નબીરાઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મોંઘીદાટ કાર સહિત દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં 2 દિવસ અગાઉ જ સ્ટેટ વિઝિલેન્સ દ્વારા દારૂ ભરેલ એક ટેન્કર હરણી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યારે વડોદરામાં શહેરમાં દારૂ ક્યાથી આવે છે, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. હરણીમાંથી પકડાયેલ ટેન્કરની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તેવામાં ગત રાત્રે ગોરવા ખાતે આવેલા એક ખેતરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે બાતમીના આધારે DCP નોર્થ ઝોન LCB પોલીસ અને ગોરવા પોલીસે સંયુક્ત રીતે છાપો મારી 8 જેટલા ખાનદાની નબીરાઓને દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મોંઘીદાટ કાર સહિત રૂપિયા 50 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story