Connect Gujarat
વડોદરા 

વડોદરા : રેસ્ક્યૂ કરતી આખી ટીમને મહાકાય મગરે પરસેવો પડાવી દીધો, જુઓ વિડિયો

વડસર પાસે મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ મગરનું અંદાજિત વજન 400 કિલો જેટલું હોવાનો રેસ્ક્યૂઅરનો અંદાજ છે.

X

વડોદરામાં વડસર પાસે મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ મગરનું અંદાજિત વજન 400 કિલો જેટલું હોવાનો રેસ્ક્યૂઅરનો અંદાજ છે. જેટલી મહેનત આ મગરને પકડવામાં નથી લાગી તેનાથી અનેક ઘણી મહેનત તેને પિંજરે પુરીને લઇ જવામાં લાગી હતી.

ચોમાસાની ઋતુમાં વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં મગર રહેણાંક વિસ્તારની નજીક આવી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ન બને તે માટે જીવદયા માટે કામ કરતી વિવિધ ટીમો સતત એલર્ટ પર રહે છે. પરંતુ ગતરાત્રે વડોદરામાં જે ઘટના સામે આવી તે જવલ્લે જ જોવા મળે છે. કારણકે આ ઘટનામાં મગરને રેસ્ક્યૂ કરતા વધારે સમયે તેને પિંજરે પુરીને લઇ જવામાં લાગ્યો હતો. મગર એટલો વજનદાર હતો કે તેણે આખી રેસ્ક્યૂની ટીમની પરસેવો પડાવી દીધો હતો.વડસર ગામમાં કોટેશ્રર જવાના રસ્તે ગતરાત્રે અંદાજિત 15 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મહાકાય મગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને મગરને રેસ્ક્યૂ કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મગરને રેસ્ક્યૂ કર્યા બાદ તેને જોવા માટે એક તરફ લોકટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ વજનદાર મહાકાય મગરને કેમનો પિંજરે પુરીને તેને લઇ જવો તેને લઇને ટીમ કામે લાગી હતી. ધીરે ધીરે કરીને મગરની મુવમેન્ટ કરાવીને તેને રેસ્ક્યૂ કરીને પિંજરે પુરવામાં આવ્યો હતો.

Next Story