Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઓછા પ્રેશર અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતા મહિલાઓ આક્રોશમાં,નિઝામપુરાની ગૃહિણીઓની મ્યુ કમિ.ને રજૂઆત

નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો...

X

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો...

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ સોસાયટીઓ તેમજ નિઝામપુરાના કેટલાક વિસ્તારોમાં પાણી પુરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની બુમો ઉઠી છે. અગાઉ અનેક વખત સ્થાનિકોએ વોર્ડ કચેરી તથા પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ભર ઉનાળે પાણીના ત્રાસથી તોબા પોકારી ઉઠેલી મહિલાઓ આજે આમ આદમી પાર્ટી પક્ષની આગેવાનીમાં મહિલાઓ મોરચા સ્વરૂપે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘટનાની ગંભીરતા સમજતું નથી અને ટેન્કર મોકલી આપીએ છીએ તેવો કોણીએ ગોળ લગાવી આપે છે.

આપ વડોદરા શહેર પ્રમુખ વીરેન ભાઈ રામીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલે છે .પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. જેથી અમારે પ્રજાની સમસ્યાના નિરાકરણ હેતુ રજૂઆતની ફરજ પડી છે. અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાતા નળ સે જળ યોજનાના પુરસ્કાર સંદર્ભે સવાલો ઉદભવે છે.

Next Story