Connect Gujarat
ગુજરાત

વાઘોડિયાના ડુંડેલાવ ગામ નજીક બે બાઈક વચે અકસ્માત : ૨નાં મોત

વાઘોડિયાના ડુંડેલાવ ગામ નજીક બે બાઈક વચે અકસ્માત : ૨નાં મોત
X

વાઘોડિયા તાલુકાના ડુંડેલાવ ગામ નજીક બે મોટરબાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. વાઘોડિયા તાલુકાના ડુડેલાવ ગામ નજીક બે મોટર બાઇક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના કરૂણ મોત અને અન્ય ત્રણને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં મોતને ભેટેલા બંને જીગરજાન મિત્રો ગોરજ પાસે આવેલી કેન્સર હોસ્પીટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરતા હતા. વિધિની વક્રતા સમજો કે જે સમજો એક મિત્ર નોકરીએથી છૂટીને ઘરે આવતા પરત જતા મિત્ર સામે લેવા આવતો હતો ત્યારે ગામના મિત્રની બાઈક મળી જતાં ઘરે જવા નીકળ્યો હતો.

પરંતુ કમનસીબે બંને મિત્રોની બાઈક રાત્રીના સમયે ડુડેલાવ ગામ નજીક સામ સામે ભટકાતા ગોજારા અકસ્માતમાં બંને મિત્રો કાળનો કોળિયો બની જવા પામ્યા હતા. નાનકડા ગામમાં એક સાથે બે મિત્રોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતક બંને યુવાનોના મૃતદેહોનો કબ્જો મેળવી પી. એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story