Connect Gujarat
ગુજરાત

વાલિયાઃ કારમાં દારૂ ભરીને જતા શખ્સોનો પોલીસે કર્યો પીછો, કાર મૂકીને થયા ફરાર

વાલિયાઃ કારમાં દારૂ ભરીને જતા શખ્સોનો પોલીસે કર્યો પીછો, કાર મૂકીને થયા ફરાર
X

પોલીસે દારૂ અને કાર મળી કૂલ રૂપિયા 5.47 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

વાલિયા તાલુકાના ઈટકલા-કેસરગામના માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી કાર વાલિયા પોલીસે ઝડપી પાડી હતી. જો કે અંકલેશ્વરનાં માંડવાનો બુટલેગર ફફર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા બુઝર્ગ-ર ફ્ળિયામાં રહેતો પ્રકાશચંદ્ર મગન વસાવા અને અન્ય બે ઈસમો સ્કોડા કાર નંબર-જી.જે.૦5.સીએમ.૪ડ૮૮માં વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવી રહ્યા હતા. દરમિયાન વાલિયા તાલુકાના ઈટકલા-કેસરગભ માર્ગ ઉપરથી પસાર થવાનો છે તેવી પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી સ્કોડા કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રસાય કર્યો હતો. પોલીસેને જોઈને શખ્સોએ કાર ભગાડી મૂકી આગળ જઇને કાર મુકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ -૧૯૨ કિંમત રૂપિયા ૪૮ હજાર અને કારની કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ કિંમત રૂપિયા ૫.૪૮ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસે પ્રોહોબીશન અગે ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story