વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોનો હાથફેરો

New Update
વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોનો હાથફેરો

પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા એફએસએલ અને ડોર્ગ સ્કવોર્ડની મદદ લીધી

વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતો પરિવાર બહારગામ ગયો હતો. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો પાછળનાં ભાગેથી બારીની ગ્રિલ તોડી ઘરમાં પ્રેવશ્યા હતા. અને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા અને રૂપિયા 42 હજાર મળી કુલ રૂપિયા એક લાખની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતાં. મકાન માલિકને જાણ થતાં આ અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.publive-imageમળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બ્રહ્મપુરાના વતની અને હાલ વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીના બ્લોક નંબર 123માં રહેતા મુકેશ શંકરભાઈ ત્રિવેદીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ રસોડાની બારીની ગ્રીલ તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં તિજોરીમાં મુકેલા ઘરેણા પૈકી સોનાની ચેઈન અને સોનાની લક્કી તથા પર્સમાં મુકેલા રોકડા રૂપિયા 42 હજાર તેમજ જુદી જુદી બેંકના ત્રણ એટીએમ સહિત ડ્રાઈવીંગ લાયસન્સ પણ લઈને ફરાર થઈ ગયા હતાં. ઘટના અંગે મુકેશ ત્રિવેદીએ વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Latest Stories