વલસાડ: કોસંબા રોડ ઉપર બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત,જુઓ સી.સીટીવી ફૂટેજ

0
36762

વલસાડના કોસંબા રોડ આવેલ મામા કબાબ સેન્ટર પાસે પુરપાટ ઝડપે આવેલ એક બાઇક રીક્ષા સાથે અથડાતા બે બાઇક ચાલક ઇજાગ્રસ્ત બન્યાની ઘટના બનવા પામી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.

વલસાડના કોસંબા રોડ પર મામા કબાબ સેન્ટરની બહાર વલસાડ શહેર તરફ જઈ રહેલા એક બાઇક પુરપાટ ઝડપે આવતા સામે થી આવતી રીક્ષામાં ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.આ ઘટનામાં બાઇક ચાલકને બેભાન અવસ્થામાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સ્થળ પર આવેલ એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી.આ ઘટનામાં બાઇક ચાલક અને રીક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here