Connect Gujarat
ગુજરાત

વલસાડ : કુંતા ગામમાં શ્રમિકો ઉતર્યા રસ્તા પર, ગામના તમામ રસ્તા છે સીલ

વલસાડ : કુંતા ગામમાં શ્રમિકો ઉતર્યા રસ્તા પર, ગામના તમામ રસ્તા છે સીલ
X

દેશના વિભન્ન ભાગોમાં સ્થાયી થયેલાં પરપ્રાંતીય શ્રમિકો વતનમાં જવાની માંગ કરી રહયાં છે ત્યારે વલસાડમાં દમણને અડી આવેલાં કુંતા ગામમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

દમણ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં હજારો પરપ્રાંતિય શ્રમિકો નોકરી કરે છે અને તેઓ આસપાસ આવેલાં ગામોમાં વસવાટ કરે છે. વલસાડના દમણને અડીને આવેલાં કુંતા ગામમાં પણ પરપ્રાંતિય શ્રમિકોનો વસવાટ છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે દમણ પ્રશાસને કુંતા ગામના તમામ રસ્તાઓ સીલ કરી દીધાં છે. કુંતાના લોકો પણ જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે દમણ જતાં હોય છે આવા સંજોગોમાં રસ્તાઓ બંધ હોવાથી તેમને હાલાકી પડી રહી છે. સરકારે લોકડાઉનમાં આંશિક છુટછાટ આપી છે ત્યારે ગામમાં રહેતાં શ્રમિકો અને લોકોએ રસ્તાઓ ખોલવાની માંગ કરી છે. ખાસ કરીને પરપ્રાંતિયોને તેમના વતનમાં પરત જવાના પાસ મેળવવા દમણ જવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં ગામલોકો અને શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં એક તબકકે વાતાવરણ તંગ બની ગયું હતું.

Next Story