Connect Gujarat
Featured

વલસાડ : મતદાર જાગૃતિ અર્થે જિલ્લાભરની શાળાઓમાં રેલી અને મતદાન સંકલ્‍પ કાર્યક્રમ યોજાયા

વલસાડ : મતદાર જાગૃતિ અર્થે જિલ્લાભરની શાળાઓમાં રેલી અને મતદાન સંકલ્‍પ કાર્યક્રમ યોજાયા
X

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને કલેક્‍ટર કચેરી વલસાડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક સ્‍વરાજ તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીઓ-૨૦૨૧ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા કક્ષાએ રેલી અને મતદાન સંકલ્‍પ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર-કપરાડા તાલુકાની ૭૧ શાળાના ૬,૫૫૩ વિદ્યાર્થીઓ અને ૪૭૨ શિક્ષકો, પારડી-વાપી તાલુકાની ૩૫ શાળાઓના ૩,૦૯૫ વિદ્યાર્થીઓ અને ૨૫૮ શિક્ષકો તેમજ વલસાડ-ઉમરગામ તાલુકાની ૫૮ શાળાઓના ૪,૦૭૬ વિદ્યાર્થીઓ અને ૨૮૯ શિક્ષકો મળી કુલ ૧૬૪ શાળાઓના ૧૩,૭૨૪ બાળકો અને ૧૦૧૯ શિક્ષકોએ ભાગ લીધો હતો.

જ્‍યારે જિલ્લાની ૨૪૯ શાળાઓના ૨૮૨૨૯ વિદ્યાર્થીઓ અને ૧,૯૪૮ શિક્ષકોએ મતદાન સંકલ્‍પમાં ભાગ લીધો હતો અને મતદારોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમોમાં ભાગ લેનારા તમામ કર્મીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. આ સ્‍પર્ધાઓનું સંપૂર્ણ આયોજન એસ.વી.એ.પી.ના નોડલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.બારીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Next Story