વાપી : મહારાજા હોટલના પાંચમા માળેથી કુદી એક વ્યકતિનો આપઘાત : વીડીયો વાઇરલ

વલસાડ જિલ્લા ના વાપી ટાઉન પોલીસ સ્ટેશન નજીક આવેલ મહારાજા હોટેલ પરથી એક વ્યક્તિએ પાંચમા માળેથી કુદી આપાઘાત કરી લીધો હતો. આ ઘટનાનો વીડીયો વાઇરલ થયો છે. હોટલની નજીકમાં પોલીસ સ્ટેશન હોવા છતાં કોઇ પગલા નહી ભરવામાં આવ્યાં ન હતાં અને અન્ય રાહદારીઓ પણ વીડીયો અને ફોટો લેવામાં વ્યસ્ત રહયાં હતાં.
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ મહારાજા હોટેલના 5 માં માળે થી એક વ્યક્તિએ સાઇન બોર્ડ પરથી મોત ની છલાંગ લગાવી હતી. મૃતક 1 કલાકથી સાઇન બોર્ડ ઉપર ઉભો હતો પણ તેના બચાવ માટે ના પોલીસ આવી કે ન ફાયર વિભાગ આવ્યું. પોલીસ અને ફાયર સ્ટેશન પણ નજીક માં હોવા છતાં કોઇ પગલા નહિ ભરાતાં આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જો તંત્ર ની મદદ મળી હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત. લોકોને હાથ જોડી તે ઉપરથી નીચે કુદયો હતો. મૃતક છેલ્લા ઘણા સમયથી મહારાજા હોટેલમાં રહેતો હતો. સ્થાનિક લોકો પણ વીડીયો અને ફોટો બનાવવામાં વ્યસ્ત રહયાં હતાં અને દુખદ ઘટના બની ગઇ હતી. હાલ તો વાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.