Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં તમામ જાતિને સમાન અધિકાર, કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્યઃ CM

રાજ્યમાં તમામ જાતિને સમાન અધિકાર, કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્યઃ CM
X

72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાઈ

દેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાની સફળતાના યશગાન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બહેન દીકરીના ગળામાં હાથ નાંખનારને સરકાર છોડશે નહીં. પ્રયાસ કરનારને 10 વર્ષની સજાનો કેદ કાયદો સરકાર બનાવી રહી છે.

ધ્વજવંદન બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાંચ્છુકો, દલિતો સહિત તમામ જાતિને સમાન અધિકાર છે. કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે. સાથે આગામી 5 વર્ષમાં ગુજરાત પાણીની સમસ્યામાંથી બહાર નીકળવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ગુજરાતની માતાઓ અને બહેનોને સુરક્ષા મળે તે માટે 181 અભ્યમ લોન્ચ કરી છે. તો ગુજરાતમાં બહેનોના ગળામાં હાથ નાખવાનો કોઈ ગુનેગાર પ્રયત્ન કરશે, ચેન લૂંટવાનો પ્રયત્ન કરશે તેને સરકાર છોડશે નહીં, 10 વર્ષની સજાનો કાયદો સરકાર બનાવી રહી છે. હવે આગામી 31મી ઓક્ટોબરે સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ થશે. જે આપણા પીએમ મોદીનું સપનું છે.

Next Story
Share it