Connect Gujarat
દેશ

ભારતના સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ માટે કોહલીના નામની કરાઇ ભલામણ

ભારતના સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ માટે કોહલીના નામની કરાઇ ભલામણ
X

ભારતીય ક્રિકેટ બોર્ડે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામની ભલામણ કરી છે. તેમજ BCCIએ અર્જુન એવોર્ડ માટે આજિન્ક્ય રહાણેના નામની ભલામણ કરી છે.

જો વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન એનાયત કરવામાં આવશે તો તે આ એવોર્ડ મેળવનારો ત્રીજો ક્રિકેટર બનશે. અગાઉ ભારતના સ્ટાર બેટ્સમેન સચીન તેંડુલકર અને ભારતીય ટીમ નાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ એવોર્ડ મેળવી ચૂક્યા છે.

ચાર વર્ષ બાદ ભારતના સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ માટે કોઇ ક્રિકેટરના નામની ભલામણ થઇ છે.

રાજીવ ગાંધી ખેલ રત્નમાં 7.5 લાખની રોકડ રકમ અને પ્રશસ્તિ પત્ર તેમજ અર્જુન એવોર્ડમાં 5 લાખનું રોકડ ઇનામ તેમજ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવે છે.

For English Click Here

Next Story