PM મોદી આજે લેશે 3 વેક્સીન સેન્ટર્સની મુલાકાત, અમદાવાદ બાદ પુના, હૈદરાબાદ જશે

New Update
PM નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે, વિવિધ ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે

કોરોનાનું સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનને લઈને ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિ વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. PM મોદી પણ વેક્સીન પર સતત નજર રાખી રહ્યા છે. આ સંદર્ભે તેઓ આજે 3 વેક્સીન સેન્ટર્સ અમદાવાદ, પુના અને હૈદરાબાદની મુલાકાત લેશે અને વેક્સીન સંબંધિત તમામ માહિતી મેળવશે.

publive-image

PM મોદીના અમદાવાદના પ્રવાસને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદી અમદાવાદની દવા કંપની ઝાયડસ કેડિલાની મુલાકાત લેશે અને અહીં તૈયાર થઈ રહેલી વેક્સીનની જાણકારી મેળવશે. દવા કંપની ઝાયડસ કેડિલા અમદાવાદની પાસે ચાંગોદરમાં આવેલી છે. દવા બનાવતી કંપનીએ પહેલાં જાહેરાત કરી છે કે તેમની વેક્સીનનું પ્રથમ ટ્રાયલ પૂરું થયું છે અને ઓગસ્ટમાં બીજું ટ્રાયલ શરૂ કરાયું છે.

પીએમ મોદી આજે 3 કોરોના વેક્સીન સેન્ટર્સની મુલાકાત લેશે અને સાથે જ વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા કરીને વેક્સીનની તૈયારીઓ અને સામે આવી રહેલી મુશ્કેલીઓને લઈને જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે.