Connect Gujarat
ગુજરાત

વેટ લીફટિંગ અને પાવર લીફટિંગ સ્પર્ધાનું અંકલેશ્વર ખાતે કરાયું આયોજન

વેટ લીફટિંગ અને પાવર લીફટિંગ સ્પર્ધાનું અંકલેશ્વર ખાતે કરાયું આયોજન
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિયેશન ભરૂચ વેટ લીફટિંગ અને પાવર લીફટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિયેશન ભરૂચ રવીરવારના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની યુપીએલ રોટરી લેબોરેટરીની બાજુમાં આવેલ જે.સી.આઈ.હોલ ખાતે વેટ લીફટિંગ અને પાવર લીફટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ સ્પર્ધામાં ૪૫ થી ૮૫ અને તેથી વધુના કુલ ૧૨ કેટેગરીના ૬૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સુરતના પ્રદીપ મોરે, અરવિંદ સી.પટેલ અને ધર્મેશભાઈ પટેલે સેવાઓ આપી હતી. આ સ્પર્ધામાં બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિયેશનભરૂચ ના ચેરમેન સંદિપ વિઠ્ઠ્લાણી, જનરલ સેક્રેટરી દીપ્તેશ ઉર્ફે મોન્ટુભાઈ પટેલ, ખજાનચી જીગ્નેશ રાજપૂત, સભ્યો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story