જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સિનેમાના કામદારોની મદદે

New Update
જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સિનેમાના કામદારોની મદદે

ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી કોરોના મહામારીથી પ્રભાવિત સિનેમા કર્મચારીઓની મદદ માટે આગળ આવ્યા છે. સિંઘમ નિર્દશકે જુનિયર કલાકારો, બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, સ્ટંટમેન, લાઇટમેન અને કામદારોને મદદ કરવા રિયાલિટી ટેલિવિઝન શો 'ખતરો કે ખિલાડી' ની વિશેષ આવૃત્તિમાંથી મળેલા મહેનતાણુંનો એક ભાગ ચૂકવવાનું નક્કી કર્યું છે. તેમણે રવિવારે 'ખતરો કે ખિલાડી', 'મેડ ઇન ઇન્ડિયા' નામથી ખાસ આવૃતિનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

આ સીઝનનું આખું શૂટિંગ મુંબઇમાં જ કરવામાં આવશે. આ સીઝનમાં આગળના સીઝનના ચેમ્પિયન પણ એક્શન કરતા જોવા મળશે. ઇન્ડિયા એડીશનના પ્રતિયોગિતામાં કરણ વાહી, ઋત્વિક ધનજાની, હર્ષ લિમ્બાસિયા, રશ્મિ દેસાઇ, નિયા શર્મા જેસ્મીન ભસીન, અલી ગોની, અને જય ભાનુશાળી સામેલ છે. આ સીઝન 1 ઓગસ્ટથી પ્રસારિત થશે.  દેશમાં કોરોના મહામારીની શરૂઆત સાથે શેટ્ટીએ લોકડાઉનમાં ઘરે બેઠેલા ફોટોગ્રાફરોને પણ મદદ કરી હતી.

Latest Stories